ભારતની ભૂમિ અનેક વીર અને વીરાંગનાઓના અદ્વિતીય સાહસ અને શૌર્યની ગાથાઓથી ભરી પડી છે. આવી જ એક ગાથા મુઘલ આક્રાંતાઓને પરાસ્ત કરનાર રાજમાતા નાયિકાદેવીની છે.
પાટણ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહમાં સહભાગી થવાનો અવસર મળ્યો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે, જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષાશક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે, જે બાહોશ યોદ્ધા રાજમાતા નાયકાદેવીને ભાવાંજલિ છે.
રાજમાતા નાયિકાદેવીની ગાથાને ઇતિહાસના પાનાઓથી બહાર લાવી લોકો સમક્ષ મુકવાનો વિશ્વ હિન્દુ પરિષદનો આ પ્રયાસ સાર્થક અને સરાહનીય છે.