મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના રક્ષાબંધનના પાવન પર્વની રાજ્યના મહિલા મંત્રીશ્રી, મહિલા ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ વર્ગ અને વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગાંધીનગર પધારેલ બહેનો સાથે ઉજવણી કરી હતી.
આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળાનાં બાળકોએ શ્રીમદ્ ભગવદગીતાના શ્લોક લખેલી 140 ફૂટની વિશાળ રાખડી મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી હતી.