*NPP ટ્રસ્ટ દ્વારા જન સુધી અન્ન પહોંચાડવાનું કાર્ય અવિરત ચાલુ*
*જગન્નાથ યાત્રા નિમિત્તે ગોતાના શ્રમજીવી વિસ્તારમાં પાકા ભોજન નું વિતરણ કરાયું..*
અષાઢી બીજના ખૂબ પાવન દિવસે જગન્નાથ યાત્રા નીકળી હોય ત્યારે એન પી પી સેવા ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય રહી જાય તે ન ચાલે.. જગન્નાથ યાત્રા નિમિત્તે આજે ગોતા વિસ્તારમાં સોલા હાઇકોર્ટની સામે ઝાલા કોલેજની પાછળ આવેલી શ્રમજીવી વસાહતના 300 પરિવારો સુધી પાકા ભોજનનું વિતરણ કરવામાં આવ્યું. દાળનો શીરો, શાક, પુરી, ફરસાણ સહિતની વાનગીઓ શ્રમજીવી વસાહતના લોકોએ આરોગી અને દિલથી આશીર્વાદ પણ આપ્યા.
એન પી પી સેવા ટ્રસ્ટના પ્રમુખ અને નકલંગ કેટરર્સના માલિક શ્રી ભુપેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી આ કાર્ય અમે સતત કરતા આવ્યા છે. સહકારી ક્ષેત્રના આગેવાન બીપીન ગોતા નું પણ સર્વશ્રેષ્ઠ માર્ગદર્શન હંમેશા પ્રાપ્ત થયું છે. પરિણામે જ અમે સમયાંતરે જન જન સુધી ભોજન પહોંચાડવાનું પુણ્ય કામ કરતા રહીએ છીએ. આજે પણ અષાઢી બીજ જગન્નાથ યાત્રા નિમિત્તે પાકુ ભોજન શ્રમજીવી વસાહત સુધી પહોંચાડવાનું નક્કી કર્યું હતું અને તે અમે પહોંચાડ્યું હતું. ગરમા ગરમ મિષ્ટાન સાથેનું પાકું ભોજન આરોગી લોકોએ પણ સંસ્થાની કામગીરીને બીરદાવી હતી..