PM મોદીના હર ઘર તિરંગાના આહવાનને સાર્થક કરતા અનોખા રાષ્ટ્રપ્રેમી ભુપેશભાઈ પ્રજાપતિ
પીએમ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે પીએમ મોદીના આહવાનનો પ્રજાપતિ પરિવારે સ્વિકાર કર્યો છે અને સ્વખર્ચે હજારો તિંરગાનું વિતરણ કર્યું છે. માત્ર વિતરણ નહીં પણ ઘર ઘર સુધી તિંરગા પહોંચાડવાની વ્યવસ્થા પણ પ્રજાપતિ પરિવારે કરી છે.
પીએમ મોદી સહિત દેશભરમાં રહેતા સંગા સંબંધી અને મિત્રોને તેમણે તિંરગા અને તિરંગાના કલરવાળી રાખડીઓ મોકલી છે. પોસ્ટના માધ્યમથી તિંરગા સાથે સુતરની રાખડી , તિંરગા બેચ અને મા ધરતીનો સંદેશ પણ મોકલી આપ્યો છે. એન પી પી સેવા ટ્રસ્ટના નેજા હેઠળ ભૂપેશભાઈ આ અભિયાન ચલાવી રહ્યા છે.
૧૫ ઓગષ્ટ પહેલા ૧૫ હજાર તિરંગા ઘર ઘર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક તેમણે નક્કી કર્યો છે. એનપીપી સેવા ટ્રસ્ટના નેજા હેઠળ તુલસીના રોપા , વૃક્ષારોપણ , ગરીબ બાળકોને ભોજન સહિત અનેક સેવાકિય પ્રવૃતિઓ તેઓ વર્ષોથી કરતા આવ્યા છે અને જન સુધી અન્ન પહોંચાડવાની પણ તેમની કામગીરી હંમેશા યથાવત રહી છે ત્યારે આ વખતે હર ઘર તિરંગા પ્રધાનમંત્રી ના અભિયાનને તેમણે સ્વીકાર કરી અને ઘર ઘર સુધી 15,000 તિરંગા મોકલવાનું મોટું અભિયાન આદર્યું છે. સલામ છે આવા દેશભક્ત ભુપેશભાઈ પ્રજાપતિ ને.
ભુપેશભાઈ ની આ પ્રવૃત્તિમાં તેમની સોસાયટીમાં રહેતા તમામ લોકો જોડાયા છે તેઓ સવારે કામકાજ પતાવી અને તેમના ઘરે આવી જાય છે અને પોસ્ટ ઓફિસ ના કવરમાં રાખડી, બેચ અને તિરંગા મૂકી તેના ઉપર એડ્રેસ લખી અને લોકો સુધી પહોંચાડવાની કામગીરીમાં ખભે થી ખભા મિલાવી તેમની સાથે કામ કરી રહ્યા છે.