પડોશી દેશોમાંથી ધાર્મિક અત્યાચારને કારણે ભારતમાં આવેલા 188 શરણાર્થી ભાઈઓ-બહેનોને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે CAA અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કર્યું હતું.
જેઓ દાયકાઓથી અન્યાયનો સામનો કરી રહ્યા હતા, તેઓને મોદી સરકાર CAA અંતર્ગત નાગરિકતા આપી રહી છે જેથી તેઓ સન્માન સાથે પોતાનું જીવન જીવી શકે.
જે શરણાર્થીઓની કોઈ જ ઓળખ ન હતી એને આપણે અપનાવ્યા છે. જેનું કોઈ નહીં એના માનનીય મોદીજી છે. આજનો આ કાર્યક્રમ એ જ વાતની પ્રતીતિ કરાવે છે.