આણંદ જિલ્લાના ભાદરણ ખાતે આયોજિત જનસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે સંવાદકર્યો.
આ પ્રસંગે વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કર્યું.
ભાદરણમાં ઘરવિહોણા લોકો માટે જમીન ફાળવવા, ગામમાં ગંદા પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે જરૂરી અનુદાન ફાળવવા, અને ગ્રામસંવાદમાં રજૂ થયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
સમાજના છેવાડાના માનવીને કોઈ અગવડ ન પડે અને તે મુખ્ય પ્રવાહમાં જોડાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના લાભ ઘર-ઘર સુધી પહોંચ્યા છે, જેને પરિણામે લોકો આર્થિક રીતે સશક્ત થઈ રહ્યા છે..જનસંવાદ કાર્યક્રમ દ્વારા નાગરિકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે.