ગુજરાત મિડીયા ક્લબ (GMC) દ્વારા અમદાવાદ ખાતે આયોજિત શરદ પૂર્ણિમા ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતી
GMC ની વિવિધ કલ્યાણકારી પહેલ તથા ‘ભારત કુલ’ કાર્યક્રમના પ્રારંભ બદલ અને સંસ્કૃતિના સંવર્ધન માટેના પ્રયાસો બદલ સૌ આયોજકોને શુભકામના પાઠવી. તાજેતરમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત ગરબાને સ્વરબદ્ધ કરનાર ગાયિકા પૂર્વા મંત્રીને સન્માનિત કર્યા.