બનાસકાંઠાના સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ખાતે નિર્માણાધિન હરેકૃષ્ણ સરોવર પ્રોજેક્ટની વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાની સાથે મુલાકાત લીધી. અહીં ગુજરાત સરકાર અને સવજી ધોળકિયા ફાઉન્ડેશન (સુરત)ના સંયુક્ત પ્રયાસોથી થઇ રહેલ જળસંચય કામગીરીનું નિરીક્ષણ કર્યું.
આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે. આ સરોવરનું કામ એટલું સુંદર થશે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે. આ સરોવરના નિર્માણથી 1500 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે ગ્રામજનો સાથે સંવાદનો અવસર મળ્યો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળસંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિને પરિણામે દેશભરમાં જળસંચય અને જળ સંવર્ધનનું અદભુત કાર્ય થયું છે. જ્યાં સુધી માનનીય મોદી સાહેબ છે ત્યાં સુધી વિકાસ કામો માટે નાણાં ખૂટે એમ નથી.