સેવાલય આજે મંદિર બની ગયું. અસંખ્ય આશીર્વાદ લાગણીઓ પ્રેમ અને સદભાવનાના દર્શન આજે સેવાલય ખાતે આવેલા લાભાર્થીઓના વ્યવહાર વર્તન અને આંખોમાં જોવા મળ્યો હતો..!
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ જ્યારે પણ દિવ્યાંગ બાળકો તથા વડીલોને મળે છે ત્યારે એમની સાથે આત્મીયતાના ભાવ સાથે જોડાઈ જાય છે એજ ભાવ સાથે આજે મયંકભાઈ નાયક પણ દિવ્યાંગ લોકોના જીવન સરળ બનાવવાના વધુમાં વધુ પ્રયાસ કરી રહ્યા છે
આજરોજ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઇ નાયકના “સેવાલય” કાર્યાલય ખાતે નિશુલ્ક હાથ પગના માપની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાંથી લોકો આ કેમ્પનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા લગભગ ૨૫૦ થી વધારે દર્દીઓના રજીસ્ટ્રેશન થયા હતા જેમાં ૧૦૦ જેવા એવા દર્દીઓ હતા કે જેમના બંને પગ માટે લાભ લીધો હતો..