76મા પ્રજાસત્તાક પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી...
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાપી ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી; બંને મહાનુભાવોએ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું…
સુરક્ષા દળોની વિવિધ પ્લાટુનના જવાનો દ્વારા શિસ્તબદ્ધ સલામી પરેડ ઉપરાંત અદ્ભુત કૌવત અને કૌશલ્ય સાથે દિલધડક કરતબો તેમજ સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓની રજૂઆત…